વિજયાદશમી શું છે? કઈ રિતે ઉજવણી થાય છે. કથા શું છે તે તમામ બાબતો જાણો|| What is Vijayadashami? How is it celebrated? Know all about what the story is about

વિજયાદશમી શું છે? કઈ રિતે ઉજવણી થાય છે. કથા શું છે તે તમામ બાબતો જાણો|| What is Vijayadashami? How is it celebrated? Know all about what the story is about

Gujrat
0

 આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. દશાનન એટલે દશ માથાંવાળો જે રાવણ તેનો આ દિવસે નાશ થયો માટે દશેરા.

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

રાવણ દહન ક્યાં થતું નથી અને કઈ જગ્યા યે દશેરા ના દિવસે શોક મનાવાય છે.


દશેરાના દિવસે રાવણ, કુંભકર્ણ અને મેધનાદના પૂતળાઓનું દહન કરવામાં આવે છે. પરંતુ ભારતમાં ઘણી જગ્યાએ શોક મનાવવામાં આવે છે
 
(1) મંદસૌર

  • -મધ્યપ્રદેશનું મંદસૌર રાવણનું સાસરી ઘર માનવામાં આવે છે. અહીંના લોકો રાવણને પોતાનો જમાઈ માને છે અને તેના પૂતળાનું દહન કરતા નથી.

 (3)બિસરખ

  • એવું માનવામાં આવે છે કે રાવણનો જન્મ નોઈડાના બિસરખ ગામમાં થયો હતો. અહીં દશેરાના દિવસે રાવણના  પૂતળાનું દહન કરવામાં આવતું નથી.

 (3)કાંગડા

  • હિમાચલના કાંગડામાં લોકો રાવણનું સન્માન કરે છે. અહીં રાવણે કઠોર તપસ્યા કરી અને ભગવાન શિવ પાસેથી આશીર્વાદ મેળવ્યા.

કાનપુર : ઉત્તરપ્રદેશ 


  •  રાવણનું આ મંદિર માત્ર દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે. 1868માં બતાવેલા આ મંદિરતી પૂજા દશેરાના દિવસે કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીં મેળાનું આયોજન કરાય છે અને રાવણતી મૂર્તિને સજાવવામાં આવે છે. ઉપરાંત માટીનાં દીવડાં કરીને આરતી ઉતારવામાં આવે છે. દશેરાતી સાંજે જ્યારે રાવણના પૂતળાનું દહન  કરવામાં આવે છે ત્યારબાદ આ મંદિરના દરવાજા એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવે
  • છે.


વિજ્યા દશમી #દશેરા #

  • આ દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.


  • ત્રેતાયુગમાં શ્રી રામે રાવણ પર વિજ્ય મેળવ્યો. તે દિવસ આસો સુદ દશમનો હતો. આ દિવસે મળેલા ભવ્ય વિજ્યને <વિજ્યાદશમી> તરીકે ઉજવાય છે.

"જીવપ્રાણીમાત્રને રંજાડનાર, દેવોને દુઃખ આપનાર મહિષાસુર નામના દૈત્યનો પણ દશેરાના દિવસે સંહાર કરવામાં આવ્યો હતો.'"

પાંડવો ની કથા : વિજ્યા દશમી 

પાંચ પાંડવોએ પણ વનવાસના તેરમા વર્ષમાં ગુપ્તવાસ દરમ્યાન સમીવૃક્ષ પર સંતાડેલાં પોતાનાં હથિયારો દશેરાના દિવસે સજ્યાં હતાં અને કૌરવોને હરાવી હરણ થયેલી ગાયોને છોડવી હતી અને પાછી વાળી હતી.


  • 👊ગાંડીવધારી અર્જુને વિજ્ય ટંકાર પણ દશેરાના આ દિવસે જ કર્યો હતો.
  • 👊શિવાજીએ ઔરંગઝેબને હરાવવા માટે દશેરાના દિવસે પ્રયાણ કર્યું હતું.


મહારાષ્ટ્રમાં દશેરાને 'શિલંગણ' તરીકે દક્ષિણીઓ તેને 'દુસેરા' તરીકે અને તેલુગુ લોક 'બતકમ્પા' તરીકે ઓળખે છે.


બીજી કથા વિજ્યા દશમી

  • ભગવાન રામ દ્વારા રાવણના નાશની કથા સિવાય બીજી એક પૌરાણિક કથા છે. તે મુજબ અસુર મહિષાસુર અને તેની સેના દેવતાઓને હેરાન કરી રહી હતી. આ કારણે માતા દુર્ગાએ સતત નવ દિવસ સુધી મહિષાસુર અને તેની સેના સામે લડત આપી હતી અને આ યુદ્ધના દસમા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. એટલા માટે તેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ક્યાં કઈ રીતે થાય છે ઉજવણી?


  • ઉત્તર ભારતના રાજ્યો અને કર્ણાટકમાં દશેરા શબ્દ વધુ પ્રચલિત છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વિજયાદશમી શબ્દ વધુ લોકપ્રિય છે.
  • • ઉત્તર ભારતમાં દશેરાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે અને રામ લીલાનું આયોજન થાય છે. તેનું સમાપન રાવણના વધ અને દશેરા અથવા વિજયાદશમીના દિવસે પૂતળા દહન થકી થાય છે.
  • • રાવણનું દરેક માથું એક ખરાબ અદાતનું પ્રતીક હોવાથી દશેરા પાપ અથવા કુટેવોથી છૂટકારો મેળવવાનું પણ સૂચવે છે.
  • • દિવાળી વિજયાદશમીના 20 દિવસ પછી ઉજવવામાં આવે છે. તેથી ઘણા માટે દશેરા એટલે દિવાળીની તૈયારી શરૂ કરવાનો સમય હોય છે. દિવાળીના દિવસે ભગવાન રામ સીતા સાથે અયોધ્યા પહોંચ્યા હતા.


શમીના વૃક્ષની પૂજાથી મળે છે શુભ ફળ: વિજ્યા દશમી 


દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજા કરીને દુકાન, વ્યવસાય વગેરે જેવા કોઈ નવા કામની શરૂઆત કરવામાં આવે તો તે સફળ થાય છે. પુરાણો અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ લંકા પર આક્રમણ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે શમીના ઝાડ સામે મસ્તક નમાવીને લંકા સામે વિજયની ઇચ્છા વ્યક્ત કરી હતી.


દુર્ગા વિસર્જન માટે મુહૂર્ત


દશમીના દિવસે ભક્તો મા દુર્ગાને પણ વિદાય આપે છે અને દસમી તિથિમાં વિસર્જન વહેલી સવારે કરવામાં આવે છે.

 

આરતી ઉપયોગી લિંન્ક 

જય આદ્યા શક્તિ આરતી PDF 

અહીં ક્લીક કરો 

Jay Aadyashakti Aarti MP 3 DOWNLOD 

અહીં ક્લીક કરો

Jay Aadyashakti Aarti VIDEO 

અહીં ક્લીક કરો

હોમ પેજ 

અહીં ક્લીક કરો

WHAT UP ચેનલ અને ગ્રુપ 

અહીં ક્લીક કરો

અહીં ક્લીક કરો



https://youtu.be/0b9TSAvBVDw?si=YtZYxDkBqQCXuuIl


🔥https://www.xn--0dcog7ai6an5ifg6me.com/2023/10/navratri.html


yogini ( ચોસઠ યોગીની)  yogini ( ચોસઠ યોગીની)

 

सर्व मंगल मांगल्ये, शिवे सर्वार्थ साधिके
शरण्ये त्र्यम्बके गौरी, नारायणी नमोस्तुते।।
નવરાત્રીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ🌹
💐 Happy Navratri 💐




• .

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !