પ્રેરક પ્રસંગો ત્રણ અગત્યના પ્રેરક પ્રસંગ

પ્રેરક પ્રસંગો ત્રણ અગત્યના પ્રેરક પ્રસંગ

Gujrat
0

(1)સાચી પ્રાર્થના: સંત કબીરસંત કબીર જયાં રહેતા હતા ત્યાં એમના કેટલાક દ્વેષીઓ પણ રહેતા હતા. આ લોકોનો એક જ નિત્યક્રમ હતો કે કોઈ પણ રીતે કબીરને હેરાન કરવા. આ સિવાય તેમનો બીજો કશો કાર્યક્રમ રહેતો નહોતો.

તેઓ કબીરને આમ રોજ હેરાન કરે છતાં કબીર એ લોકો પર નામનોયે ક્રોધ કરે નહિ, ગુસ્સે થઈને તેમને કશું કટુ વચન કહે નહિ. શાંતિથી બધું સહન કરી લે.

એકવાર એક ઘટના બની. સાંજનો સમય હતો. સાંજની પ્રાર્થનાનો સમય થયો. એક પછી એક શિષ્યો એક ઝાડ નીચે ભેગા થયા, જયાં પ્રાર્થના યોજવામાં આવતી હતી.

કબીરજી ત્યાં આવી પહોંચ્યા અને શિષ્યોને કહ્યું : ‘ચાલો, પ્રાર્થના શરૂ કરીએ.’ શિષ્યોએ આંખો બંધ કરી પ્રભુની પ્રાર્થના કરવા માંડી.

આ વાતની ખબર પડતાં જ પેલા દ્વેષીજનો જોરજોરથી ઢોલ -નગારાંથી મોટો અવાજ કરવા માંડયા.

શિષ્યોથી આ સહન થઈ શકયું નહિ.

પ્રાર્થના પૂરી થઈ ત્યારે શિષ્યો સંત કબીરને કહેવા લાગ્યા : ‘હવે તો હદ થાય છે, ગુરુજી !’

‘શાની હદ થાય ?’ કબીરજીએ પૂછયું.

‘આ લોકો નગારાં -ઢોલથી આવો મોટો અવાજ કરી રહ્યા હતા, છતાં તમે કશું બોલ્યા જ નહિ. એમને તમારે બે શબ્દો કહેવા જોઈતા હતા !’

કબીરે કહ્યું : ‘એમણે અવાજ કર્યો એ તમે શું ખરેખર સાંભળ્યો હતો ?’ ‘હા, બરાબર સાંભળ્યો હતો !'

ઠીક, એ વખતે તમે શું કરતા હતા ?’

‘અમે પ્રાર્થના કરતા હતા !’ શિષ્યો બોલ્યા.

જો તમે ખરેખર પ્રાર્થનામાં હોત તો તમને એ અવાજ સંભળાત જ નહિ. પ્રાર્થનામાં તો એવી મગ્નતા હોવી જોઈએ કે આજુબાજુ શું બની રહ્યું છે તેનો ખ્યાલ પણ રહે નહિ. આ જ સાચી પ્રાર્થના ગણાય.’

કબીર ઃ  ALSO READ : બાવન વીર કયા? CLICK HERE

  દરેક વ્યક્તિ જેવો છેઃ તેવો સ્વીકારો 

  👉(પ્રસંગ 2 )

  સત્ય પ્રત્યેની નિષ્ઠા  : ગાંધીજી  ગાંધીજી જયારે ડરબનમાં વકીલાત કરતા હતા એ સમયનો એક પ્રસંગ છે. વકીલાતના વ્યવસાયમાં પણ એમણે સત્યનો આગ્રહ છોડયો નહોતો. એકવાર પારસી શેઠ રૂસ્મતજી ગાંધીજી પાસે આવ્યા અને બોલ્યા :

  મિ. ગાંધી, મારો કેસ તમે લો. મારા પર દાણચોરીનો આરોપ છે.’ ‘તમે ખરેખર દાણચોરી કરી છે ? આ પહેલી વારની દાણચોરી છે ? અગાઉ કરેલી ?’

  રૂસ્તમજીએ કહ્યું : ‘જૂઠું નહિ બોલું. દાણચોરીનો આ આરોપ સાચો છે. અગાઉ પણ ઘણીવાર મેં દાણચોરી કરી છે !’

  ગાંધીજીએ કહ્યું : ‘અસત્ય છોડીને આ સત્ય તમે અદાલતમાં કહો  તોજ તમારો કેસ હું હાથમાં લઉં !’

  અને આ શેઠના હૃદયનું એવું તો પરિવર્તન થયું કે તેમણે ગાંધીજીને વચન આપ્યું કે, ‘હું અદાલતમાં પણ સાચું જ બોલીશ.’

  ગાંધીજીએ શેઠ રૂસ્તમજીનો કેસ લીધો.

  અદાલતમાં તેમણે કોઈ સરકારી વકીલની જેમ આરોપીની જાણે ઊલટ તપાસ લેવા માંડી ઃ ‘તમારા પરના દાણચોરીના આરોપનો તમે સ્વીકાર કરો છો ?’ ‘હા, મેં દાણચોરી કરી છે !’

  ગાંધીજી :

  👉(પ્રસંગ 3 ). 

  સાચી પવિત્રતા કયાં છે ?

  શીખોના દસમા ગુરુ ગોવિંદસિંધ આનંદપુરમાં હતા એક વાર તરસ લાગતાં એમણે કહ્યું, “કોઈ મને પવિત્ર હાથે લાવીને જળ પાવ.’’

  એક સોહામણો દેખાતો માનવી ઊભો થઈને પાણી લઈ આવ્યો. પાણીનું વાસણ પોતાના હાથમાં પકડતાં ગુરુજીને પેલા માણસનો હાથ અડી ગયો. હાથ ઘણો જ કોમળને પોચોપોચો હતો. ગુરુજીએ પૂછયું, “ભાઈ, તમારો હાથ આટલો બધો કોમળ કેમ ?’’

  પેલાને પોતાના હાથની કોમળતાની વાતથી ભારે ગર્વ થયો. આનંદ થયો. એ બોલ્યો, ‘‘ગુરુજી, મારે ઘેર અનેક નોકરચાકરો છે. મેં કદી મહેનતનું કામ નથી કર્યું. એટલે જ મારા હાથ આટલા કોમળ રહ્યા છે.’

  ગુરુજીએ પોતાના હોઠ સુધી પહોંચેલું પાણીનું વાસણ પાછું ખેંચી લીધું અને ગંભીર અવાજે કહ્યું, ‘‘તો તમારા હાથે અપાયેલું પાણી હું નહિ પીઉં. જેણે કદી મહેનતનું કામ નથી કર્યું અને પારકી મહેનત પર જ તાગડધિન્ના કરીને પોતાના શરીરને ગલગોટા જેવું રાખ્યું છે, તેના હાથ પવિત્ર ન જ ગણાય.’

  ધાર્મિક ગ્રુપમાં જોડાવવા નીચે ક્લીક કરો


  Post a Comment

  0Comments

  Post a Comment (0)

  #buttons=(Accept !) #days=(20)

  Our website uses cookies to enhance your experience. Check Now
  Accept !