આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય

Gujrat
0


હિંદુ કેલેન્ડર પ્રમાણે 788 ઈ.સ માં વૈશાખ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ આદિ શંકરાચાર્યનો જન્મ થયો હતો.આદિ ગુરુ શંકરાચાર્યે નાની ઉંમરમાં જ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. ત્યાર બાદ 820 ઈ.સ માં તેમણે હિમાલયમાં સમાધિ લઇ લીધી

આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો. તેમનો જન્મ દક્ષિણ ભારતના નમ્બૂદરી બ્રાહ્મણ કુળમાં થયો હતો. આજે આ કુળના બ્રાહ્મણ બદ્રીનાથ મંદિરના રાવલ હોય છે. જ્યોતિર્મઠના શંકરાચાર્યની ગાદી ઉપર નમ્બૂદરી બ્રાહ્મણ જ બેસે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવની કૃપા થી  આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ થયો. જ્યારે તેઓ ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું. ત્યાર બાદ ગુરુના આશ્રમમાં તેમણે 8 વર્ષની ઉંમરમાં વેદોનું જ્ઞાન થઇ ગયું. ત્યાર બાદ તેઓએ ભારત યાત્રા શરૂ કરી અને દેશના ચાર ભાગમાં ચાર પીઠની સ્થાપના કરી. તેમણે ત્રણ વાર આખા ભારતની યાત્રા કરી હોવાનું માનવામાં આવે છે.

ચાર વેદ સાથે ચાર પીઠ જોડાયેલાં છેઃ-

જે પ્રકારે બ્રહ્માના ચાર મુખ છે અને તેમના દરેક મુખમાંથી એક વેદની ઉત્પત્તિ થાય છે. પૂર્વના મુખથી ઋગ્વેદ, દક્ષિણથી યર્જુર્વેદ, પશ્ચિમથી સામવેદ અને ઉત્તરથી અથર્વવેદની ઉત્ત્પત્તિ થઇ છે. આ આધારે શંકરાચાર્યે ચાર વેદો અને તેમાંથી ઉત્પન્ન થતાં અન્ય શાસ્ત્રોને સુરક્ષિત રાખવા માટે ચાર મઠ એટલે પીઠની સ્થાપના કરી.

આ ચાર પીઠ એક-એક વેદ સાથે જોડાયેલાં છે. ઋગ્વેદથી ગોવર્ધન પુરી મઠ એટલે જગન્નાથ પુરી, યજુર્વેદથી શ્રંગેરી જે રામેશ્વરના નામથી ઓળખાય છે. સામવેદથી શારદા મઠ, જે દ્વારકામાં છે અને અથર્વવેદથી જ્યોતિર્મઠ જોડાયેલું છે. જે બદ્રીનાથમાં છે. આ છેલ્લું મઠ છે. ત્યાર બાદ આદિ ગુરુ શંકરાચાર્યે સમાધિ લઇ લીધી હોવાનું મનાય છે.

દેશમાં સાસ્કૃતિક એકતાઃ-

જ્યોતિર્મઠના બદ્રીકાશ્રમના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી પ્રમાણે ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતા માટે આદિ શંકરાચાર્યે વિશેષ વ્યવસ્થા કરી હતી. તેમણે ઉત્તર ભારતના હિમાલયમાં સ્થિત બદ્રીનાથ ધામમાં દક્ષિણ ભારતના બ્રાહ્મણ પૂજારી અને દક્ષિણ ભારતના મંદિરમાં ઉત્તર ભારતના પૂજારીને રાખવામાં આવ્યાં છે. ત્યાં જ પૂર્વી ભારતના મંદિરમાં પશ્ચિમના પૂજારી અને પશ્ચિમ ભારતના મંદિરમાં પૂર્વ ભારતના પૂજારીને રાખવામાં આવ્યાં હતાં. જેથી ભારત ચારેય દિશામાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રૂપથી મજબૂત થાય અને એકતા જળવાયેલી રહે.

દેશની રક્ષાઃ-

આદિ શંકરાચાર્યે દશનામી સંન્યાસી અખાડાને દેશની રક્ષા માટે વહેંચ્યાં. આ અખાડાના સંન્યાસીઓના નામ પાછળના શબ્દ જ તેમની ઓળખ છે. તેમના નામ પાછળ વન, અરણ્ય, પુરી, ભારતી, સરસ્વતી, ગિરિ, પર્વત, તીર્થ, સાગર અને આશ્રમ જેવા શબ્દો લાગે છે. આદિ શંકરાચાર્યે તેમના નામ પ્રમાણે જ વિવિધ જવાબદારીઓ આપી.

તેમાં વન અને અરણ્ય નામના સંન્યાસીઓએ નાના-મોટા જંગલમાં રહીને ધર્મ અને પ્રકૃતિની રક્ષા કરવી પડે છે. આ જગ્યાએથી કોઇ અધર્મી દેશમાં આવી શકે નહીં, તેનું ધ્યાન રાખવાનું હોય છે.

પુરી, તીર્થ અને આશ્રમ નામના સંન્યાસીઓએ તીર્થ અને પ્રાચીન મઠની રક્ષા કરવાની હોય છે.

ભારતી અને સરસ્વતી નામના સંન્યાસીઓનું કામ દેશના ઇતિહાસ, આધ્યાત્મ, ધર્મ ગ્રંથોની રક્ષા અને દેશમાં ઉચ્ચ સ્તરની શિક્ષાની વ્યવસ્થા કરવાની હોય છે.

ગિરિ અને પર્વત નામના સંન્યાસીઓને પહાડ, ત્યાંના નિવાસી, ઔષધિ અને પ્રાકૃતિક સંસાધનોની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યાં છે.

સાગર નામના સંન્યાસીઓને સમુદ્રની રક્ષા માટે તૈયાર કરવામાં આવ્યાં છે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !