TirthAyodhya History in Gujarati

TirthAyodhya History in Gujarati

 TirthAyodhya History in Gujarati

Ayodhya History in Gujarati

અયોધ્યા


ધાર્મિક કથા દ્વારા અહી અમે અયોધ્યાનો ઈતિહાસ , અયોધ્યા વિશે , અયોધ્યા રામ મંદિર , અયોધ્યા નગરી અને બીજા વિશેષ તીર્થ સ્થળો વિશે વિસ્તારપૂર્વક અને ખુબ મહત્વની માહિતી તમારા વચ્ચે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

પવિત્ર તીર્થધામ - અયોધ્યા

अयोध्या मथुरा माया काशी कांची अवंतिका।

    पुरी द्वारावती चैव सप्तैता मोक्षदायिकाः॥

    • આ શ્લોકનો સાદો અર્થ એ છે કે અયોધ્યા, મથુરા, માયા એટલે કે હરિદ્વાર, કાશી, કાંચીપુરમ, અવંતિકા એટલે કે ઉજ્જૈન, દ્વારકાપુરી, આ સાત મોક્ષના પવિત્ર નગરો એટલે કે પુરી છે.

    અયોધ્યા - રામ જન્મ ભૂમિ

    •     આ સાત શહેરો અલગ-અલગ દેવી-દેવતાઓ સાથે સંબંધિત છે. અયોધ્યા શ્રી રામ સાથે સંબંધિત છે. મથુરા અને દ્વારકા શ્રી કૃષ્ણ સાથે સંબંધિત છે. વારાણસી અને ઉજ્જૈન શિવના તીર્થસ્થાનો છે. હરિદ્વાર વિષ્ણુજી અને કાંચીપુરમ માતા પાર્વતી સાથે સંબંધિત છે.

    અયોધ્યા - રામ જન્મ ભૂમિ

        અયોધ્યાની પરિકલ્પના અથર્વવેદમાં આપી છે, જે કલ્પના નું વાસ્તવિક સ્વરૂપ અયોધ્યામાં છે.

    अष्टचक्रा नवद्वारा देवानां पूरयोध्या |

     तस्यां हिरण्ययः कोशः स्वर्गो ज्योतिषावृतः 

    || અથર્વવેદ 31||

    • ધાર્મિક કથાઓ અનુસાર, ભગવાન વિષ્ણુએ પોતાના રામ અવતાર માટે ભૂમિ પસંદ કરવા માટે બ્રહ્મા, મનુ, વિશ્વકર્મા અને મહર્ષિ વશિષ્ઠને મોકલ્યા હતા. પૌરાણિક માન્યતાઓ અનુસાર, મહર્ષિ વશિષ્ઠ દ્વારા સરયુ નદીના તટે અયોધ્યાની પસંદગી કરવામાં આવી અને દેવશિલ્પી વિશ્વકર્માએ આ નગરનું નિર્માણ કર્યું.


    અયોધ્યા નો ઇતિહાસ
    અયોધ્યાની સ્થાપના કેવી રીતે થઈ ?

    સ્કંદ પુરાણ અનુસાર, જે રીતે કાશી ભગવાન શિવના ત્રિશૂળ પર વિરાજે છે, તેવી જ રીતે અયોધ્યા ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર પર બિરાજમાન છે.

    •     રામાયણ અનુસાર અયોધ્યાની સ્થાપના મનુએ કરી હતી. અયોધ્યા હિન્દુઓના પ્રાચીન અને સાત પવિત્ર તીર્થસ્થળોમાનું એક છે. જેમાં અયોધ્યા,મથુરા,માયા,કાશી,કાંચી,અવંતિકા અને દ્વારકા સામેલ છે. માનવામાં આવી રહ્યું છે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. રામના પિતા દશરથનું શાસન અહીંયા ચાલી રહ્યું હતું.
    •     સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ "જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું" એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ (૪/૪૦/૯૧) જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિન્દુ ધર્મમાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.
    •     હિન્દુ ધર્મમાં ભગવાન રામ એ વિષ્ણુના સાતમાં અવતાર ગણાય છે. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યાનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે જેમાં અયોધ્યાને મોક્ષ પ્રાપ્ત કરવાં માટેની 7 સૌથી પવિત્ર જગ્યાઓમાંથી એક કહેવામાં આવી છે. અયોધ્યા નગરીમાં કિલ્લેબંધી કરેલા "રામદુર્ગ" નામની પવિત્ર જગ્યા છે.


    અયોધ્યા મંદીરનો ઈતિહાસ

    •     રામાયણમાં અયોધ્યાનો ઉલ્લેખ કોસલ જનપદની રાજધાનીના રૂપે કરવામાં આવ્યો છે. પુરાણોમાં આ નગરના સંબંધમાં કોઈ વિશેષ ઉલ્લેખ મળી રહ્યા નથી. રામના જન્મ સમયે આ નગર અવધના નામે જાણીતું હતું.
    •     મહર્ષિ વાલ્મીકિ એ પણ રામાયણમાં આ જન્મ સ્થળની સુંદરતા, દિવ્યતા અને ભવ્યતાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે. ધન-ધાન્યથી ભરપૂર અને ગગનચુંબી ઈમારતોથી સુશોભિત આ નગરીનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં પણ અદ્દભૂત રીતે કરવામાં આવ્યું છે.
    •     સમ્રાટ વિક્રમાદિત્ય પછી ઘણા રાજાઓએ સમય સમય પર આ મંદિરની સંભાળ રાખી. તેમાંથી એક શુંગ વંશનાં પ્રથમ શાસક પુષ્યમિત્ર શુંગે પણ આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. પુષ્યમિત્રનું એક શિલાલેખ અયોધ્યા પાસેથી પ્રાપ્ત થયું હતું. જેમાં તેમને સેનાપતિ તરીકે કહ્યા હતા અને તેમના દ્વારા બે અશ્વમેધ યજ્ઞ કર્યા હોવાનું પણ તેમા વર્ણન છે. અનેક શિલાલેખથી એવું જાણવા મળે છે કે, ગુપ્તવંશના રાજા ચંદ્રગુપ્ત દ્વિતીયનાં સમય અને તે પછીનાં લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી. ગુપ્ત મહાકવિ કાલિદાસે અનેક વખત રઘુવંશમાં અયોધ્યાનો ઉલ્લેખ કર્યો.
    •     ગૌતમ બુદ્ધના સમયમાં આ શહેર અયોજ્ઝા (Ayojjhā-પાલી ભાષા )તરીકે પણ ઓળખાતું. પારંપરિક ઇતિહાસમાં,અયોધ્યા કોસલ રાજ્યની પ્રારંભિક રાજધાની હતી. ગૌતમ બુદ્ધના સમયમાં કોસલના બે ભાગ થઇ ગયા હતા. ઉત્તર કોસલ અને દક્ષિણ કોસલ જેની વચ્ચેથી સરયૂ નદી વહેતી હતી.
    •     બૌદ્ધકાળમાં જ અયોધ્યા નજીક એક વસ્તી રહેવા માટે આવી ગઈ હતી. જેનું નામ સાકેત હતું. બૌદ્ધ સાહિત્યમાં સાકેત અને અયોધ્યા એમ બંને નામ સાથે મળે છે. જેથી બંનેના ભિન્ન અસ્તિવ અંગે જાણકારી મળે છે.
    •     ઇ.સ. ૧૨૭માં આ નગર સાકેત (Śāketa અથવા 沙奇 (Pinyin: Shāqí)) નામથી ઓળખાતું જેના પર કુશાણ સમ્રાટ કનિષ્કના વિજય પ્રાપ્ત કરી અને પૂર્વીય પ્રાંતનું વહિવટી મથક બનાવેલ. હ્યુ - એન-ત્સાંગ નામનાં ચીની મુસાફરે ઇ.સ. ૬૩૬માં આ નગરની મુલાકાત લીધી ત્યારે આ નગરનું નામ અયોધ્યા હોવાનું નોંધેલું છે.

        બ્રિટિશ રાજ સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર 'ઔધ 'તરીકે ઓળખાતો.

    કાલારામ મંદિર

    • ઘણા પૌરાણીક ગ્રંથોમાં તમે અશ્વમેઘ યજ્ઞનું વર્ણન ઘણી વખત સાંભળ્યું હશે. જો રામાયણની વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને ભગવાન રામે કરેલા અશ્વમેઘ યજ્ઞનું વર્ણન થયું છે. માનવામાં આવે છે કે, જે સ્થાન ઉપર ભગવાન રામે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું હતું તે સ્થાન ઉપર આજે એક મંદિર બનેલું છે. તે મંદિરને લોકો કાલારામ મંદિરના નામથી ઓળખે છે. આ મંદિરમાં તમને કાળા બાલૂ પથ્થરની શ્રીરામની મૂર્તિ મળશે. તમને અહિયાં શ્રીરામ સાથે જ તેમના ભાઈઓ, ભગવાન હનુમાન, દેવી સીતા અને ઘણા ગુરુજનોના દર્શન પણ કરવા મળશે.

    આ મંદિરની એક ખાસ વાત એ પણ છે કે, મંદિરના દ્વાર આખા વર્ષમાં માત્ર એક દિવસ કારતક સુદ અગિયારસ એટલે દેવપ્રબોધિનીના દિવસે જ ખોલવામાં આવે છે. તે ઉપરાંત બીજા 364 દિવસ તે મંદિર બંધ જ રહે છે.


                         કાલારામ મંદિર

    •     અયોધ્યામાં ઘણા મંદિરો છે અને તેમાંથી એક પ્રાચીન મંદિર નાગેશ્વરનાથ પણ છે, જેને ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. આ મંદિરને લઈને તમને ઘણી પૌરાણીક માન્યતાઓનું વર્ણન સાંભળવા મળી જશે. તેમાંથી એક કથા મુજબ માનવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ કોઈ બીજાએ નહિ પણ સ્વયં ભગવાન રામના પુત્ર કુશે કરાવ્યું હતું.


    નાગેશ્વરનાથ મંદિર

    • એક વખત કુશ સરયુ નદીમાં સ્નાન કરી રહ્યા હતા અને ભૂલથી તેમનું બાજુબંધ નદીમાં પડી ગયું, જે એક નાગ કન્યાને મળ્યું હતું. માનવામાં આવે છે કે, તે નાગકન્યા ભગવાન શિવની મોટી ભક્ત હતી. આથી કુશે પોતાના બાજુબંધના બદલામાં તેના માટે ભગવાન શિવના એક મંદિરનું નિર્માણ કરાવ્યું, જેને આજે નાગેશ્વરનાથ મંદિરના નામથી ઓળખવામાં આવે છે.


                               નાગેશ્વર મંદિર 

    હનુમાન ગઢીનું હનુમાન મંદિર

    •     અયોધ્યામાં આવેલુ હનુમાન ગઢીનું હનુમાન મંદિર અયોધ્યાના બધા મુખ્ય મંદિરો માંથી એક છે. તેના વિષે એવું માનવામાં આવે છે કે, અયોધ્યાના રક્ષણ માટે ભગવાન રામે આ સ્થાન ઉપર હનુમાનજીને બિરાજમાન રહેવા માટે આદેશ આપ્યો હતો. એટલા માટે તમને હનુમાનજીના આ પ્રાચીન મંદિરમાં માતા અંજનીની મૂર્તિના દર્શન કરવા મળે છે. જેમના ખોળામાં ભગવાન હનુમાન તેમના બાળ સ્વરૂપમાં બિરાજમાન છે.

                    હનુમાન ગઢીનું હનુમાન મંદિર


    છોટી દેવકાળી મંદિર



    • માન્યતાઓ મુજબ અયોધ્યામાં આવેલા પ્ મંદિરનો સંબંધ ભગવાન રામ અને દેવી સીતાના લગ્ન સાથે છે. પૌરાણીક કથાઓ મુજબ જયારે સીતાજી શ્રી રામ સાથે લગ્ન કરીને અયોધ્યા આવ્યા હતા, તો સાથે એક સુંદર ગીરીજા દેવીની મૂર્તિ પણ લાવ્યા હતા. આ મૂર્તિની સ્થાપના માટે રાજા દશરથે તે સ્થાન ઉપર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જ્યાં દેવી સીતા ગીરીજા માતાની પૂજા કરતા હતા અને આજે આ મંદિરને છોટી દેવ કાળી મંદિરના નામથી ઓળખવામાં આવે છે.
    •     ખરેખર તો માનવ શરીર જ અયોધ્યા છે. તેમાં જ આનંદ નો ધરો છે. કોઈ અનુભવી સંતોના માર્ગદર્શન નીચે ,આ અયોધ્યાની તીર્થ યાત્રા કરવી જોઈએ. જે ભવ દરીયાની પાર પહોચાડે છે. જે યાત્રા ધ્યાન- યોગ દ્વારા સંપન્ન થશે.

    અષ્ટચક્ર નવદ્વારા દેવનમ પુરોધ્યા |

    તસ્યાન્ હિરણ્યહ કોશહ સ્વર્ગો જ્યોતિષવૃત ||31||

    અર્થ - (અષ્ટચક્ર, નવ દ્વાર અયોધ્યા દેવતાનું પૂર છે) આઠ ચક્રો અને નવ દ્વારોવાળી અયોધ્યા એ દેવતાઓની પુરી છે, (તસ્ય હિરણ્યહ કોશહ) પ્રકાશનો કોષ ધરાવતો, (સ્વર્ગ: જ્યોતિષ અવરિથ) જે આનંદ અને પ્રકાશથી ભરપૂર છે.

    નવ દ્વાર - બે આંખ, બે કાન, બે નાક, એક મોં, એક મળ દ્વાર અને એક જનેન્દ્રિય.

    ખરેખર આપણું શરીર જ અયોધ્યા છે : જેમાં નવ દ્વારા અને અષ્ટચક્ર છે. આ દેહમાં આનંદની લહેર વર્તાય છે.


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !