શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા pdf gujrati

શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા pdf gujrati

Gujrat
0

 શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા, pdf gujrati 

વ્રતની વિધિ: શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ધીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 


    ચૂલો સગડી કે ગેસ ના ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારત ની ભાતીગળ સંસ્કૃતિ અગ્નિ દેવ ના ઉપકાર ને કેમ ભૂલે? માટે સ્ત્રીઓ શીતળા સાતમ ના દિવસે સગડી તથા સાધન સામગ્રી નું પૂજન કરી ને કૃત્ઘ્ર્યતા અનુભવે છે.

    શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા   pdf 

    નાગ પંચમી વ્રત કથા (Nag Panchami Vrata Gujarati PDF)


    બોળચોથ વ્રત કથાpdf 

    અહીંયા ક્લીક કરો 

    વેબસાઈટ

    અહીંયા ક્લીક કરો 

    મારા ધાર્મિક ગ્રુપ માં જોઈન 

    અહીંયા ક્લીક કરો 

    શ્રી કૃષ્ણ જન્મોત્સવ 

    અહીંયા ક્લીક કરો 


     શીતળા સાતમ  : મહત્વ અને વ્રત કથા   pdf gujrati

    વ્રત કથા:  એક ગામમાં દેરાણી-જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બન્ને બહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળું હતી, જ્યારે નાની બહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી. 

    એક વખત શ્રાવણ માસમાં રાંઘણછઠ્ઠનો દિવસ આવ્યો. સાસુએ નાની બહુને રાંઘવા બેસાડી. નાની બહુ મધરાત સુધી રાંઘતી હતી. એટલામાં ધોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો.

    સવારે ઊઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું. 

    નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થાના કર બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી નાની બહુ નિકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ. બન્ને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. જે પણ પીએ તે મૃત્યું પામતું હતું. 

    નાની બહુને જોઈ તલાવડીઓ બોલી, "બહેન તું ક્યા જાય છે?" 

    નાની બહુએ કહ્યું, "હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું."

    તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતાં જ મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પુછતા આવજો.

    નાની વહુ ત્યાંથી આગળ વધી.રસ્તામાં તેને બે આખલા મળ્યા. તેમની ડોકમાં  ઘંટીના પડ લટકતા હતા અને બન્ને લડતા હતા. નાની બહુને જોઈને બન્ને આખલાએ પુછ્યું કે બહેન તું ક્યાં જાય છે?

    બહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું.

    આખલાઓ કહ્યું કે અમે એવા શું પાપ કહ્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પુછતી આવજે.

    નાની બહુ આગળ વધી. થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના વાળને ખંજવાળતાં બેઠાં હતા. 

    બહુને જોઈને ડોશીમા બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને.

    .


     શીતળા સાતમ (Shitala satam Vrata Gujarati PDF)




    વહુ દળાયું હતી. તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મુકી જુઆ વીણવા બેસી ગઈ.

    થોડીવારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું કે "જેવું મારું માથું ઠર્યુ, એવું તારું પેટ ઠરજો" આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઊઠ્યો. બહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળામાતા છે. આથી તે તેના પગે પડી ગઈ. 

    વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પુછ્યું. શિતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બન્ને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી.  કોઈને શાક-છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે એટલે એમનાં પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યો કે ગયા જનમા બન્ને દેરાણી-જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દળવા-ખાંડવા દતી ન હતી. આથી આ જન્મમાં બન્ને આખલા બન્યા છે અને એમના ગયામાં ઘંટીના પડ છે. તુ આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે. 

    નાની વહુ ખુશી થતી, શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ખંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતાં તલાવડીઓ પાસે બહુ આવી, તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ.

    બીજા શ્રાવણ માસમાં રાધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સઈ ગઈ. મઘરાત થતાં શીતળા ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. 

    સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુ:ખી જવાના બદલે જેઠાણી ઊલટાની ખૂશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નિકળી. 

    રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે ?

    જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા. તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી . આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા.

    તેણે આ જેઠાણી માથું જોઈ આપવાનું કહ્યું.  તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળીયા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાય મળ્યા નહી. આથી તે રડતી રડતી ઘરે આવી. હે, શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો.

    Conclusion :

    અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં  શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા   pdf  વિશે માહિતી  એટલે કે   શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા   pdf  વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે..


     


    .


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !