રામાયણ ના પાત્રો અને રામ અને માતા સીતા

રામાયણ ના પાત્રો અને રામ અને માતા સીતા


રામાયણના પાત્રો

👉 રામ – રામાયણનું મુખ્ય પાત્ર.

 👉સીતા – રામના પત્ની. -

👉લવ – રામ અને સીતાનો પુત્ર.

👉કુશ– રામ અને સીતાનો પુત્ર. 

 👉દશરથ – રામના પિતા. અયોધ્યાના રાજા.

 👉કૌશલ્યા – રામની માતા.

👉કૈકેયી – દશરથ રાજાના પત્ની અને ભરતની માતા

👉સુમિત્રા – દશરથ રાજાના પત્ની અને લક્ષમણની માતા

👉 લક્ષ્મણ – રામના ભાઈ. સુમિત્રાનો  મોટો પુત્ર

👉ભરત – રામના ભાઈ.કૈકેયીનો પુત્ર.

👉શત્રુઘ્ન – રામના ભાઈ. સુમિત્રાનો નાનો પુત્ર.

 👉 જનક–સુનયના – સીતાના પિતા સીતા ના માતા 

👉ગુહ – રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા.

👉વશિષ્ઠ – અયોધ્યાના રાજ્યગુરુ.

👉• વિશ્વામિત્ર – રામના ગુરુ મના અને  વશિષ્ઠના મિત્ર.

👉સુગ્રીવ – વાનરકુળનો કિષ્કિંધાનો રાજા, રામનો મિત્ર. તે

👉• વાલી – વાનરકુળનો કિષ્કિંધાનો રાજા, સુગ્રીવનો મોટો ભાઈ

.👉 તારા – વાલીની પત્ની. •

👉 હનુમાન– સુગ્રીવનો મંત્રી, રામના ભક્ત.

👉જાંબુવન – રીંછકુળનો સુગ્રીવની સભામાં મંત્રી

 👉• અંગદ – વાલીનો પુત્ર.

👉નલ– વિશ્વકર્માનો પુત્ર, સુગ્રીવનો સેનાની.

👉 જટાયુ – ગીધ પક્ષી, દશરથનો મિત્ર.

👉સંપાતિ – જટાયુનો મોટો ભાઈ.

 👉રાવણ – લંકાનો રાક્ષસ કુળનો રાજા અને શિવ નો પરમ ભક્ત.

👉મંદોદરી – રાવણની પટ્ટરાણી.

👉વિભીષણ – રાવણ નો ભાઈ અને મંત્રી

 👉કુંભકર્ણ – રાવણનો નાનો ભાઈ.IIરામll

હિંદુ  ભગવાન, વિષ્ણુના અવતાર રામ

રામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરીકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વગેરે નામોથી પણ ઓળખે છે. તેમને વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરૂષોત્તમ અને રામની મર્યાદા પુરૂષોત્તમ તરીકે ગણતરી થાય છે. રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામનાં અન્ય ભાઈઓ હતાં. ભગવાન રામનાં લગ્ન વિદેહનાં રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો લવ અને કુશ હતાં.

રામનાં નાનપણ ની અનેક લીલાઓ રામાયણમાં વર્ણવાઇ છે. સાવકી માતા કૈકેયી એ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા, જ્યાં માતા સીતા એક આદર્શ પત્ની તરીકે તેમની સાથે ગયા તથા રામના ભાઈ લક્ષ્મણ પણ તેમની અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા અર્થે વનમાં તેમની સાથે ગયા.

વનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને અશોક વાટિકામાં રાખ્યા. રામ સીતાને શોધવા નિકળ્યા, જ્યાં રસ્તામાં તેમને જટાયુ, હનુમાન, સુગ્રીવ વગેરે એ મદદ કરી, અંતે રામે રાવણનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકી મુનિએ રામાયણમાં વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસીદાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખુબ પ્રચલિત છે, જેમાં અનેક શસ્ત્રોનાં અભ્યાસીઓનાં મતે થોડી ઘણી કાલ્પનિક વાતો ઉમેરેલી છે, આમ વાલ્મિકિ કૃત રામાયણ અને રામચરિત માનસ હંમેશા એક બીજાની સાથે સરખામણી પામતું રહ્યું છે.

.

👫ભગવાન શ્રી રામ ના પત્ની માતા સીતા,સીતાજી
જનક નંદિની માતા જાનકી તો ભારતીય સતીત્ત્વ કે નારીતાનું પ્રેરક અને જીવંત પ્રતીક છે. સીતા તો જાતે સંતાપ સહન કરીને, અનેક કષ્ટ સહન કરીને, વિશેષ તેજ પ્રગટાવીને જાણે

ભગવાન રામથી પણ આગળ નીકળી જાય છે. સીતાનો જન્મ પણ ચમત્કારી અને વિદાય પણ ચમત્કારી. ધરતીની પુત્રી ધરતીમાં સમાઈ જાય છે. વેદમાં સીતા કૃષિની દેવી મનાઈ છે. ‘સીતા' શબ્દનો અર્થ થાય, હળથી ખેડાઈને ધરતીમાંથી મળેલી કે ઉત્પન્ન થયેલી.

વાલ્મીકિ રામાયણ તેમ જ બીજી પાછળની રામકથાઓ પ્રમાણે મિથિલાના રાજા જનક દ્વારા હળથી ધરતી ખેડતાં એમાંથી મળેલ કન્યાનું નામ ઉત્પત્તિ પ્રમાણે ‘સીતા’

રખાયું. જનકની પુત્રી હોઈ તે ‘જાનકી’ કહેવાઈ આ રીતે જાનકી ‘અયોનિજા’ કહેવાયાં. સીતાનાં પૂર્વજન્મનું નામ વેદવતી હતું. દેવી ભાગવતમાં કહ્યું છે કે, રાજા કુશધ્વજની પત્ની માલવતીથી લક્ષ્મીનાં અંશરૂપે પુત્રી જન્મી અને જન્મતાં જ તે વેદમંત્રો ઉરચારવા લાગી. તેથી તેનું નામ પાડયું વેદવતી. એકવાર વનમાં તપ કરતી વેદવતી ઉપર રાવણ મોહિત થયો. વેદવતીએ તેને સપરિવાર સંહારનો શાપ આપ્યો ને પોતે યોગની અગ્નિમાં વિલીન થયાં. આ વેદવતી જ બીજા જન્મમાં જનકનંદિની જાનકી રૂપે પ્રખ્યાત બન્યાં, ને એના નિમિત્તે રાવણનો સંહાર થયો. માતા સીતાના ઉજજવળ ચરિત્રનો મૂળ આધાર તેમનો અટલ ‘પતિવ્રતા’ ધર્મ છે. વનગમન, વનવાસ, રાવણ દ્વારા અપહરણ, અગ્નિ પરીક્ષા, રામ દ્વારા ત્યાગ વગેરે પ્રસંગોમાં તેમના પતિવ્રતની કસોટી થાય છે. સીતાના ચરિત્રમાં નારી-સુલભ વૃત્તિઓ પણ જણાય છે. સુવર્ણમૃગ પ્રસંગમાં નારીસહજ સૌંદર્ય તરફનું આકર્ષણ પ્રબળ બન્યું છે. રાક્ષસીઓને દંડ ન દેવા હનુમાનને સમજાવતી સીતામાં નારીને યોગ્ય ક્ષમાશીલતા પ્રગટ થાય છે. સીતાજીનું હૃદય તો વાત્સલ્ય અને મમતાભર્યું છે. એમાં કયાંય કૃત્રિમ વ્યવહાર નથી. વનમાં પર્ણકુટિર આગળ રાવણનો સત્કાર કરતી અને ચિત્રકૂટમાં નાગરિકો સહિત ભરતના આગમન પર સૌની દિલથી સેવા કરતી સીતામાં ‘અતિચિ ધર્મ’ અને સેવાની ભાવના દેખાય છે જે સેવા, શીલ, સમર્પણ અને સહન શીલતાની ગુણસુગંધ ફેલાવે તે આદર્શ ભારતીય નારી એવા નારનો  સ ચરિત્રમાંથી પ્રગટ થાય છે 

સીતાના અગ્નિપ્રવેશ પ્રસંગે બ્રહ્માજી રામને કહે છે, "સીતા લક્ષ્મીજી અને આપ વિષ્ણુ છો". ભાગવતમાં પણ લખ્યું છે કે રામ વિષ્ણુના અવતાર અને સીતા લક્ષ્મીનો અવતાર છે. પાછળથી લખાયેલાં રામાયણો જેવો કે અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ, અઘ્યાત્મ રામાયણ વગેરેમાં તો સ્પષ્ટ રીતે જાનકી માતાની આદ્યશકિત કે દેવી શકિત રૂપે પ્રતિષ્ઠા થઈ છે. આનંદ રામાયણમાં સીતાના અનેક જન્મો અને સ્વરૂપો બતાવ્યાં છે. વિશ્વભર નામના ઉપનિષદમાં ‘ૐ નમ: સીતારામાભ્યામ્' એ મંત્રનો મહિમા બતાવ્યો છે. શુક સંહિતામાં વળી જણાવ્યું છે કે રાધા એ જ સીતા છે અને કૃષ્ણ એ જ રામ છે. એમાં વર્ણન છે કે રાધા અને કૃષ્ણ રામના શરીરમાં પ્રવેશી ગયાં તે રામ પરબ્રહ્મ છે. રામ અને કૃષ્ણ કે સીતા અને રાધામાં વાસ્તવમાં કોઈ ભેદ નથી. એવી ધાર્મિક એકતાની ભાવના આમાંથી પ્રગટે છે.Post a Comment

0Comments

New comments are not allowed.*

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !