શબરી એટલે પ્રતિક્ષા ની સરવાણી || Bhakt Shabari ni katha શબરી ની કથા શબરી વિશે માહિતી

શબરી એટલે પ્રતિક્ષા ની સરવાણી || Bhakt Shabari ni katha શબરી ની કથા શબરી વિશે માહિતી

Gujrat
0

 શબરી એટલે પ્રતિક્ષા ની સરવાણી || Bhakt Shabari ni katha શબરી ની કથા  શબરી વિશે માહિતી

                            શબરી ની માહિતી 

    ભારતના ઈતિહાસને ઉજ્જવળ કરનાર કેટલીક રત્ન સમાન સ્ત્રીઓમાં જેની ગણના કરી શકાય એવી એક સ્ત્રી એટલે શબરી જેમના વિશે દરેક લોકો જાણવા ઈચ્છુક હોય છે તો ચાલો આપણે ભક્ત શબરી વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

શબરી જીવન 

    શબરીના પિતા ભીલોના મુખી હતા. તેનું નામ 'અજ' હતું. શબરીનું અસલી નામ શ્રમણા હતું. જે ભીલ સમુદાયની શબર જાતિ સંબંધ ધરાવે છે. સમય જતાં તેનું નામ શબરી થયું. શબરીની માતાનું નામ 'ઇન્દુમતી' હતું. શબરી બાળપણથી કંઈક અલગ હતી. જે પશુુુ-પંખીઓ સાાથે અલૌકિક વાર્તાલાપ કરતી હતી. આથી બધા આશ્ચચર્યજનક થઈ જતાં. પરંતુ શબરીની આ હરકત બધાથી પર હતી. શબરીની માતાએ કોઈ બ્રાહ્મણ ને આવી હરકત વિશે પુછ્યુ કે " શબરી પશુુુ પંંખીઓ સાથે કંઈ વાતો કરે છે ? "ત્યારે તે બ્રાહ્મણ કહે છે" તે વૈરાગ્ય ની વાતો કરે છે." આથી તેેેેના લગ્ન કરી નાખો.

   

ધીરે - ધીરે શબરી મોટી થવા લાગે છે. શબરીનો જન્મ જે ભીલ જાતિમાં થયો હતો. તે જ ભીલ સમુદાયમાં શબરીના લગ્ન કરવા જઇ રહ્યા હતા, તે ભીલ જાતિનો નવ યુવાન હતો.

  •     બીજા દિવસે ઘણા બકરાને ભોજન માટે બલિદાન આપવું પડશે. આ વાતની જાણ થતાં તેણે તેની માતાને વિનંતી કરી કે આ પ્રાણીનો વધ બંધ કરી દે. પરંતુ તેની માતાએ જણાવ્યું હતું કે આપણે ભીલ છે અને તે તેનો નિયમ છે કે અહીંયા જાનનું આગમન આવી રીતે કરવામાં આવે છે.
  •     શબરી ઘણી વિનંતી કરે છે પરંતુ તેની માતા એ કડક શબ્દ માં તેને કહ્યું કે, તેઓ ભીલ જાતિના છે અને ભીલ જાતિમાં એવી પરંપરા છે કે મહેમાનોનું સ્વાગત આ ભોજન દ્વારા જ કરવામાં છે. શબરી આ વાત સહન કરી શકી નહીં. શબરી એવું ઈચ્છતી ન્હોતી કે, તેના કારણે આટલા બધા જીવોની હત્યા કરવામાં આવે. પછી શબરી કોઈને પૂછ્યા વગર રાત્રે ઘર છોડીને જંગલ તરફ નીકળી ગઈ.
  •     તે જંગલમાં ઋષિ-મુનિઓની ઝૂંપડીમાં પહોંચી અને ત્યાં તેને આશ્રય માંગ્યો, પરંતુ તે ભીલ જાતિની હોવાને કારણે ઋષિઓએ તેને આશ્રય આપ્યો નહીં. અંતે માતંગ ઋષિએ તેને તેમના આશ્રમમાં રહેવા માટે આશ્રય આપ્યો. શબરી તેની વર્તણૂક અને કાર્ય-કુશળતાથી તમામ આશ્રમવાસીઓની પ્રિય બની ગઈ. માતંગ ઋષિએ તેમના દેહ ત્યાગ સમયે શબરીને કહ્યું કે ભગવાન રામ એક દિવસ તમને મળવા આ ઝૂંપડીમાં જરૂર આવશે ! તમે તેમની પ્રતીક્ષા કરજો.

  • ભારતના ઈતિહાસને ઉજ્જવળ કરનાર કેટલીક રત્ન સમાન સ્ત્રીઓમાં જેની ગણના કરી શકાય એવી શબરીની તપશ્ચર્યાનું ચિત્રણ કરતું વારંવાર સાંભળ્યા કરવાનું મન થાય એવું આ ભજનગીત સાંભળ્યું.


શબરી ના ભજન | શબરી બાઈના ભજન

પંપા સરોવરની પાળ ભજન | Pampa Sarovar Ni Paar shabari ni zupadi

પંપા સરોવર પાળ, શબરીની ઝુંપડી,

માતંગ ઋષીને દ્વાર શબરીની ઝુંપડી.


રામજી પધારશે ને લક્ષ્મણજી આવશે,

ફુલડા પાથરશે ને અક્ષતે વધાવશે,

કંકુના છાંટણા કરાય, શબરીની ઝુંપડી.


રામજી પધારશે તો ક્યાં રે બેસાડશે ?

આંસુડા આવશે ને પાય પખાળશે.

ગોદડીના આસન દેવાય, શબરીની ઝુંપડી.


ફળ વીણી લાવશે ને બોર વીણી લાવશે,

પાન તોડી લાવશે ને પડીયા બનાવશે,

પડીયામાં પાણી પવાય,શબરીની ઝુંપડી.


આચમન કરાવશે ને અર્ઘ્ય દાન આપશે,

હારલા પરોવશે ને હાથ જોડી ઉભાશે,

ભોજનમાં બોર અપાય શબરીની ઝુંપડી.


શબરી બોર ચાખશે ને રામજીને આપશે,

એઠાં બોર ચાખશે ને લક્ષ્મણને શરમાવશે,

અંતરનો ભાવ કહેવાય,શબરીની ઝુંપડી.


સરવર કાંઠે શબરી બેઠી ભજન lyrics


સરવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ,

એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.


વડલા નીચે ઝૂંપડી એની, નહીં માત નહીં બંધુ-બેની,

એકલડી એક ધ્યાને બેઠી ગાંડી કહે છે ગામ,

એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.


ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર નજરો ઘણી નાખી,

ફળ-ફૂલ લાવે, ભોગ ધરાવે, કરતી એનું કામ,

એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.


માસ દિવસ ને વર્ષો ગયાં, શબરીબાઈ તો ઘરડાં થયા,

એક ઝગમગે આશા જોતી, સૂક્યા હાડ ને ચામ,

એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.


આજે વનમાં વેણુ વાગે, વસંત સેના નીકળી લાગે,

શીતળ મંદ સુગંધી વાયુ વાતો ઠામો ઠામ,

એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.


આજ પધાર્યાં શબરીનાં સ્વામી, ધન્યતા આજે ભીલડી પામી,

આશાવેલી પાંગરી એની, મનડું થયું વિરામ,

એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.


શબરી અને રામ 

  •     ભગવાન રામ જ તમારો ઉદ્ધાર કરશે. આમ દિવસો વીતી ગયા. શબરી દરરોજ બધા માર્ગો અને ઝૂંપડીઓ સાફ કરતી અને ભગવાન રામની રાહ જોતી હતી. દરરોજ આ કાર્ય કરતી - કરતી શબરી વૃદ્ધ થઈ ગઈ, પણ રામની પ્રતીક્ષા કરવાનું છોડ્યું નહીં .તે તેના ગુરુના વચનમાં વિશ્વાસ હતો. શબરીએ આખી જીંદગી શ્રી રામની પ્રતીક્ષા કરી.


  •     અંતે શબરીની પ્રતીક્ષા પુરી થઈ અને ભગવાન શ્રી રામ તેમના નાના ભાઈ લક્ષ્મણ સાથે માતા સીતાની શોધ કરતી વખતે માતંગ ઋષિના આશ્રમમાં પહોંચ્યાં. શબરીએ ભગવાન શ્રી રામને ઓળખી લીધા, અને તેણે ભગવાન શ્રી રામચંદ્રજીને આદર સત્કાર આપ્યો.


શબરી ઘેર રામ પધાર્યા, શું કરું મે’માની

સાત ભુવનના નાથ પધાર્ય, ઝૂંપડી મારી નાની… શબરી


એક ખૂણે ધૂળનો ઢગલો, બીજે ખૂણે વાની

પાનના તો પડિયા વાળિયા,પ્રેમના ભરિયા પાણી… શબરી


નાહી ધોઇ બાજોઠ બેસાડ્યા, તિલક કીધાં તાણી

ચરણ ધોઇ શરણ લીધા, શરણમાં લપસાણી….શબરી


ત્યાં તો ઓલા બોર સાંભરિયા, કરંડિયો લીધો તાણી

જુગના જીવન જમવા બેઠા, મનમાં હરખાણી… શબરી


મીઠા મેવા ને ભાવનાં ભોજન, પ્રેમની પાનદાની… શબરી


તુલસીદાસની વિનતિ, રાય ઉર લેજો તાણી

દાસ ઉપર દયા ન કરી, ચરણ લીધા તાણી…શબરી


  • શબરી રામ માટે કંદ-મૂળ લાવી. કંદ-મૂળોની સાથે તે પોતે ચાખેલા મીઠા બોર પણ લાવી. તેણે કંદ-મૂળને ભગવાન રામને અર્પણ કર્યા. પરંતુ તે બોર આપવાની હિંમત કરી શકતી ન્હોતી. બોર ખરાબ અને ખાટા તો નહીં નીકળે તેને આ વાતનો ડર હતો. પછી તેણે બોર ચાખવાનું શરૂ કર્યું. સારાં અને મીઠાં બોર તેણે શ્રીરામને કોઈ સંકોચ વિના આપવાનું શરૂ કર્યું. શ્રીરામ તેની સાદગી અને ભાવથી મોહિત થઈ ગયા.
  • રામે ખૂબ જ પ્રેમથી શબરીના એઠાં બોર ખાધા. શ્રી રામને શબરીના એઠાં બોર ખાતા જોઈ લક્ષ્મણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ શ્રી રામ શબરીની ભક્તિ અને સાદગીથી સંપૂર્ણપણે મોહિત થઈ ગયા હતા. શ્રી રામની કૃપાથી તેજ સમયે શબરીનો ઉદ્ધાર થઈ ગયો.

શબરી અને નવધા ભક્તિ 

  •     નવધા ભક્તિ રામચરિત માનસમાં ભગવાન શ્રી મર્યાદા પુરુસોત્તમ રામજીએ 'અરણ્યકાંડમાં' ભક્ત શબરીને બતાવતા કહ્યું હતું કે 'આ નવ પ્રકારની ભક્તિ તમારામાં સંપૂર્ણ પણે વ્યાપ્ત છે', ત્યારે શબરીએ કહ્યું હતું" પ્રભુ હું તો અભણ એક ભીલડી છું મને તેનો કંઈ ખ્યાલ નથી. હું તો મારા પ્રભુની રાહ જોતા જોતા પ્રભુને પ્રત્યક્ષ પામી છું". ત્યારે રામજી ખુબ સંતુષ્ટ થયા હતા અને નવધા ભક્તિનો મહિમા શબરીમાને સમજાવ્યો હતો. જેથી તેની મુક્તિ થઇ પરમલોકને પામી ગયાં.
  •     સમગ્ર માનવજાતને 'નવધા ભક્તિ' પ્રભુ શ્રી રામ શબરી ના માધ્યમથી આપે છે. આ નવ પ્રકારની ભક્તિમાંથી કોઈ એક ભક્તિ કરે તો પણ પ્રભુને પામે છે. આ ભક્તિ નો પ્રવેશદ્વાર હોય તો સંત સમાગમ છે.


नवधा भकति कहउँ तोहि पाहीं।

सावधान सुनु धरु मन माहीं।।


प्रथम भगति संतन्ह कर संगा।

दूसरि रति मम कथा प्रसंगा।।


गुर पद पकंज सेवा तीसरि भगति अमान।

चौथि भगति मम गुन गन करइ कपट तजि गान। ( चौपाई - दोहा 35)


मन्त्र जाप मम दृढ़ बिस्वासा।

पंचम भजन सो बेद प्रकासा।।


छठ दम सील बिरति बहु करमा।

निरत निरंतर सज्जन धरमा।।


सातवँ सम मोहि मय जग देखा।

मोतें संत अधिक करि लेखा।।


आठवँ जथालाभ संतोषा।

सपनेहुँ नहिं देखइ परदोषा।।


नवम सरल सब सन छलहीना।

मम भरोस हियँ हरष न दीना।।


શબરીને પોતાના ગુરુના વચનોમાં દૃઢ વિશ્વાસ હતો. એના ગુરુ, માતંગ મુનિએ એને કહેલું કે "આ કુટિયા પર એક દિવસ ભગવાન રામ તને દર્શન આપવા જરૂર આવશે". માતંગ મુનિના દેહત્યાગ પછી પણ એમના વચનોમાં અડગ શ્રદ્ધા રાખી એ રોજ ભગવાન રામના આગમનની રાહ જોતી રહી. રામ પધારશે – એ વિશ્વાસ શબરીના જીવનનો પ્રાણવાયુ થઈ પડ્યો


સદગુરુ વચનના થાવ અધિકારી

મેલી દો અંતરનું અભિમાન,

માન મેલીને તમે આવો મેદાનમાં,

સમજો ગુરુજીની શાન રે ... સદગુરુના.


અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે

નહીં થાય સાચેસાચી વાત,

આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે

પ્રભુજી દેખાય સાક્ષાત રે ... સદગુરુના.


સત્સંગ રસ તો અગમ અપાર છે,

એ તો પીવે કોઈ પીવનહાર,

તનમન કેરી જ્યારે સુધબુધ ભૂલાશે

ત્યારે અરસપરસ મળશે એકતાર રે ... સદગુરુના.


ધડની ઉપર જેને શીશ મળે મહીં

એવો ખેલ છે આ ખાંડાની ધાર રે,

એમ રે તમારું તમે શીશ ઉતારો

તો તમને રમાડું બાવન વાર રે ... સદગુરુના.


હું અને મારું એ મનનું કારણ પાનબાઈ!

એ મન જ્યારે મટી જાય રે,

ગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ,

ત્યારે અંતરમાં અલખ દેખાય રે ... સદગુરુના.


શબરી એટલે પ્રતિક્ષા. શબરી એટલે ભજનનો ભવસાગર. શબરી એટલે ગુરુ ભક્તિનો મેરૂદંડ. શબરી એટલે તો દયાનો મેરામણ. શબરી એટલે કેવળ ભરોસાની નોંધપાત્ર ઝૂંપડી. શબરી એટલે ભક્તોની દિવાદાંડી. શબરી એટલે ભજનના રસ નીતરતા કેદારનો કેકારવ. શબરી એટલે ગોપિકાઓનું માસુમત્વ. શબરી એટલે સંતધારાની નાની સિંચાઈ યોજના. શબરી એટલે ભક્તિની ભગીરથી છે.


શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?


એણે જીભે તો રાખ્યા’તા રામને !


એક પછી એક બોર ચાખવાનું નામ લઇ


અંદરથી ચાખ્યા’તા રામને,


શબરીએ બોર…..


બોર બોર ચૂંટતાં કાંટાળી બોરડીના


કાંટા જરૂર એને વાગ્યા હશે


લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી


એક એક બોરને લાગ્યા હશે.


આંગળીથી બોર એણે ચૂંટ્યાં;તા ક્યાં?


લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને,


શબરીએ બોર…..


રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને


કેટલીયે વાર એણે તાકી હશે? !


રામ રામ રાત દિ કરતાં રટણ ,


ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?


હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?


ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને?

શબરી FAQ

શબરીના પિતા કોણ હતા ?

શબરીના પિતાનું નામ : અજ (જેઓ ભીલોના મુખ્યા હતા)

શબરીના પિતા કોણ હતા ?

શબરીના માતાનું નામ : ઈન્દુમતી

શબરીનું સાચું નામ શું હતું ?

શબરીનું નામ શ્રમણા છે.


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !