સત્ય ઘટનાઓ,પ્રેરક પ્રસંગ

સત્ય ઘટનાઓ,પ્રેરક પ્રસંગ

Gujrat
0

 આરામદાયક સમય કઠિન સમય લાવે છે!

દુબઈના શાસક શેખ અબ્દુલ રશીદે એના બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં એક અદ્ભુત વાત કહી હતી. "મારા દાદાએ આજીવન ઊંટ ઉપર સવારી કરી હતી, મારા પિતાએ પણ આજીવન ઊંટ ઉપર સવારી કરી હતી. હું અત્યારે મર્સીડિઝમાં ફરું છું. મારો દિકરો લેન્ડરોવરમાં ફરશે, એનો દિકરો પણ લેન્ડરોવરમાં ફરશે પરંતુ એનું સંતાન ફરી ઊંટ ઉપર સવારી કરશે! જિંદગીનો કપરો સમય એક મજબૂત માનવીને જન્મ આપે છે. એક મજબૂત માનવી પોતાના દમ ઉપર મહેનત કરીને પોતાના પરિવારના સમયને આરામદાયક બનાવે છે. આરામદાયક સમય એક નબળા વ્યક્તિને જન્મ આપે છે અને એક નબળો વ્યક્તિ ફરીથી એના પરિવાર માટે કપરો સમય લાવે છે!" આરસની તકતી ઉપર કોતરાવી શકાયને તો કોતરાવીને આપણા ઘરની દીવાલ ઉપર લટકાવીને રોજ વાંચવા જેવી આ વાત છે.

જીવનમાં આપણે સહુ જ્યારે મહેનત કરીએ છીએ ત્યારે એક વાત હંમેશા આપણા દિમાગમાં રમતી હોય છે કે "જે તકલીફ જિંદગી જીવવામાં મને પડી એ મારા સંતાનને નહીં પડવા દઉં!" આપણો આ અભિગમ સંતાનને એક ઉત્કૃષ્ટ જીવન તો પૂરું પાડે છે પરંતુ કપરા સમય માટે એને તૈયાર કરી શકતો નથી. આથી જ આજીવન આરામદાયક પરિસ્થિતિમાં ઉછરેલું સંતાન ફરી એકવાર પોતાના પરિવાર માટે એક કપરો સમય જન્માવે છે. આ વાત લખવામાં જેટલી સહેલી છે એટલી અનુકરણમાં સહેલી તો નથી જ પરંતુ આજની પેઢીને "ગ્રાઉન્ડ રિયાલિટી"થી વાકેફ કરવી અત્યંત જરૂરી બાબત બની ચુકી છે. એ વાત સાચી છે કે વ્યક્તિ મહેનત એના પરિવારના વધુ સારા જીવન માટે જ કરતી હોય છે પરંતુ સમયાંતરે આપણા મૂળિયા ક્યાં હતા અને આપણી વાસ્તવિકતા શું હતી એની આપણને પોતાને પણ જાણ થતી રહે એ અત્યંત જરૂરી બાબત છે. જીવનનો સુંવાળો કાળ ક્યાંક આગળની પેઢીઓ માટે કપરો કાળ ન જન્માવી દે એ જોવાની જવાબદારી પ્રત્યેક પેઢીની છે.




👉અબ્રાહમ લિંકન ની વાત


હકીકતે જોવા જાઓ તો સફળ અને નિષ્ફળ વ્યક્તિના સંજોગોમાં ઝાઝો ફેર હોતો નથી.
જેમ મુશ્કેલીઓ, અડચણો, વિટંબણાઓ, સમસ્યાઓ, તકલીફો નિષ્ફળ માણસને નડત૨રૂપ હોય છે તે જ સફળ માણસને પણ હોય છે. કુદરત સફળ માણસ માટે એક પ્રકા૨ના સંજોગોનું નિર્માણ કરે છે, તો નિષ્ફળ વ્યક્તિ માટે અન્ય પ્રકા૨નું – એવું કશું જ હોતું નથી. કદાચ દરેકની પરિસ્થિતિની વિકટતાનું પ્રમાણ ઓછુંવધતું હોઈ શકે, પરંતુ તેથી એવું નથી કે સફળવ્યક્તિને માટે હળવી વિકટ પરિસ્થિતિ જ હોય અને નિષ્ફળ વ્યક્તિ માટે ભયંકર વિકટ – એકની એક પરિસ્થિતિને સફળ માણસ એક રીતે નિહાળે છે તો નિષ્ફળ માણસતેને બીજી રીતે. તદ્દન સામાન્ય માણસ એકવાર પડી જાય તો તે પડેલો રહે છે ઊભો થતો જ નથી. તેનામાં થોડીક મહત્વાકાંક્ષા હશે તો તે શરૂઆતમાં ત્રણચા૨ વાર પડી જશે અને ત્રણચા૨ વા૨ ઊભો થશે. વળી, પ્રત્યેક વાર ઊભો થઈને કદાચ ડગલું આગળ માંડશે, પણ તેમ છતાં તેની મહાત્વાકાંક્ષાને અતૂટપણે વળગી રહેવાની વૃત્તિને અભાવે તે જો પાંચમીવાર પડી જશે તો તે ઊભો થશે ખરો પરંતુ તે પછી પોતાના પગલાં ઊંધી દિશા તરફ માંડશે અને મન મનાવશે ‘મેં તો પૂરતા પ્રયત્નો કર્યા છે, પણ નસીબ યા૨ી આપે તેવું લાગતું નથી એટલે હવે સફળતાની દિશામાં ફાંફાં મારવા જેવું નથી.’ એનાથી ઉલટું, મહત્વાકાંક્ષી વ્યક્તિ સફળ નીવડે છે કારણકે પોતે જેટલીવાર પડે છે તેટલીવાર ઊભો થતો રહે છે અને સફળતાની દિશા તરફ પોતાનાં ડગ માંડતો જ રહે છે.

અમેરિકાના કર્મયોગી રાજપુરુષ અબ્રાહમ લિંકન – આજ દિન સુધી જગતે જોયેલા મુઠ્ઠીભર મહાપુરૂષો માંના એક છે. તેઓ અમેરિકાના પ્રમુખ થયા, પરંતુ એ સ્થાને પહોંચતાં એમનેકેટલીયે નિષ્ફળતાઓ જોઈ હતી. કેટકેટલા ફટકા પડ્યા હતા. તેઓ પુખ્ત બન્યાં તે પછીનાંત્રીસ વરસની એમના જીવનની તવારિખ કંઈક કંઈક આ પ્રમાણે હતી :

👉ધંધામાં નિષ્ફળ – 1831,
👉ધારાસભાની ચૂંટણીમાં હાર – 1832,
👉ફરીથી ધંધામાં નિષ્ફાળતા – 1833,
👉ધારાસભામાં ચૂંટાયા – 1834,
👉પત્નીનું અવસાન – - 1835,
👉પત્નીના અવસાનથી સખત આઘાતની મગજ પર અસ૨ – 1836,
👉સ્પીકરની ચુંટણીમાં હા૨ – 1838,
👉ઇલેકટર તરીકે હાર – 1840,
👉‘લૅન્ડ ઓફિસર' તરીકે હા૨ – 1843,
👉કોંગ્રેસની ચુંટણીમાં હા૨ – 1843,
👉કોંગ્રેસની ચુંટણીમાં જીત – 1846,
👉કોંગ્રેસની ચુંટણીમાં હાર- -1848,
👉સેનેટની ચુંટણીમાં હા૨ – 1855,
👉અમેરિકાના ઉપ-પ્રમુખની ચુંટણીમાં હાર – 1856, 👉સેનેટમાં હા૨ – 1858,
👉અમેરિકામાં પ્રમુખ તરીકે ચુંટણીમાં જીત (પ્રેસીડેન્ટ) – 1860.

આમ છતાં અબ્રાહિમ લિંકને પોતાની હારને હાર તરીકે સ્વીકારી નહોતી. ખરેખર જોવા જાઓતો હા૨ એ તો માણસના મનની સ્થિતિ જ સૂચવે છે. માણસ પોતે પોતાના મનમાં જો હાર માની લે તો એ સૌથી મોટી હાર છે પરંતુ તેને ‘એક વધુ પ્રયત્ન’ તરીકે સ્વીકારે તો એ હા૨, ‘હાર’ રહેતી નથી..... અને કોણ કહી શકે કે દરેક માણસે જીવનની એકએક લડાઈ જીતવી જ જોઈએ? પોતે જે કંઇ કરે તેમાં એ સફળ જ નીવડવો જોઇએ? માણસનું પોતાનું મન માંહેનું ‘અહં’ એવું કહે છે; એથી બીજું કોઈ જ નહિ. પણ એવી હા૨ વખતોવખત આવતી રહે એમાં ખોટું પણ શું છે? એને લીધે આપણા અભિમાન ૫૨ અંકુશ રહે છે; તે જાતને છડી જતાં અટકાવે છે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !