હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું મહત્વ

હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું મહત્વ

Gujrat
0



    હનુમાનજીની પૂજા કરવાની વિધિ અને પૂજાના મહત્વ વિશે

    હનુમાન જયંતિ, જાણો હનુમાનજીની પૂજા કરવાની વિધિ અને પૂજાના મહત્વ વિશે

    આ દિવસે હનુમાનજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન હનુમાનની શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે. હનુમાનજીની પૂજા લાલ સિંદૂરથી કરવામાં આવે તો દરેક કામ સફળતાપૂર્વક પાર પડે છે. 

    હનુમાનજીની પૂજા કરવાથી શનિનો પ્રકોપ દૂર થાય છે. દર મંગળવાર અને શનિવારના રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જીવનમાં જો ધનની ખામી હોય તો તે પણ દૂર થાય છે. 

    હનુમાન જયંતીનું વ્રત કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને ભગવાન શ્રીરામ, માતા સીતા અને હનુમાનજીનું સ્મરણ કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો. આ દિવસે હનુમાનજીને જનોઈ અને સિંદૂર ખાસ ચઢાવવા. પૂજા કર્યા બાદ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો. હનુમાનજીની આરતી કરવી અને ભોગ ધરાવવો. આ દિવસે સંધ્યા સમયે સુંદરકાંડનો પાઠ કરવો પણ ઉત્તમ ગણાય છે.  આ દિવસે પ્રસાદ તરીકે ભગવાનને ગોળ અથવા ચણાના લોટના લાડૂ ચઢાવી શકાય છે. આ રીતે પૂજા કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્તિના આશીર્વાદ આપે છે.



    ધાર્મિક ગ્રુપમાં જોડાઓ 

    હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું મહત્વ

    હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્વ છે. આ સંબંધમાં એક કથા એવી છે કે એક વાર માતા સીતાને હનુમાનજીએ સેંથામાં સિંદૂર લગાવતા જોયા. તેમણે માતાને પૂછ્યું – મા આ શું લગાવી રહ્યાં છો? સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે. તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે પોતાના આખા શરીરે સિંદૂર લગાવી લીધુ. એ જ રીતે તેલની પણ અલગ વાત છે. એકવાર શનિદેવ ગંધમાદન પર્વત તરફ તરફથી પસાર થયા. હનુમાનની ધ્યાનમગ્નતાને જોઈને એમને હનુમાનને ઈર્ષ્યા થવા લાગી.

    શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એણે વિચાર આવ્યો કે નિયમાનુસાર હું આ વાનરની રાશિ પર આવી જ ગયો છું. એ પછી બે-ચાર પટકની આપીને દુર્દશાનો આનંદ પણ માણીશ. એમણે પવનપુત્રને લલકાર્યા એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું. હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખીને એમને નમસ્કાર કરીને વિનિત સ્વરમાં કહ્યું – હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું, કૃપા કરીને મને મારું કામ કરવા દો. શનિદેવે કહ્યું કે વાનરરાજ મે દેવ-દાનવ અને મનુષ્ય લોકમાં આ બધે જ તમારી પ્રશંસા સાંભળી છે. તેથી કાયરતા છોડીને મારી સાથે યુદ્ધ કરો. મારી ભુજાઓ તમારા બળને જાણવા માટે ફડફડી રહી છે. હું તમને યુદ્ધ માટે લલકારું છું.



    શનિની ધૃષ્ટતા જોઈને હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી લીધા. એવા પકડ્યાં કે શનિ અસહાય બનીને છટપટાવા લાગ્યાં. આટલામાં રામસેતુની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યાં.

    પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાખંડો અને મોટામોટા વિશાળ વૃક્ષો સાથે અથડાઈ અથડાઈને લોહીલુહાણ થઇ ગયા. શનિ પવનપુત્રને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યાં ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રીરામ ભક્તિમાં લીન મારા ભક્તોને તમે કદી હેરાન નહી કરો. શનિદેવને અસહ્ય વેદના થઇ રહી હતી. તેમણે હનુમાન પાસે તેલ માંગ્યુ. એ દિવસે મંગળવાર હતો. તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચઢાવે છે તે સીધુ શનિદેવને મળે છે અને પ્રસન્ન થઇને શનિદેવ આશીર્વાદ આપે છે. આમ હનુમાનજીને તેલ અને સિંદૂર મિક્સ કરીને ચઢાવવામાં આવે છે.

    બ્રહ્માંડનું કાળચક્ર ત્રણ સ્તર પર અર્થાત્ ઉત્પત્તિકાળ, સ્થિતિકાળ અને લયકાળમાં ભ્રમણ કરતું રહે છે. તે સ્તર પર દેવતાઓ માટે વધારેમાં વધારે કાર્ય જે દિવસોમાં કરવામાં આવે છે, તે દિવસો હિંદુ કાળગણનામાં વ્રત, તહેવાર તથા ઉત્સવ ઇત્યાદિ ત્રણ સ્તર પર ઊજવવામાં આવે છે. કેટલીક પૂર્ણિમાને દિવસે વિશિષ્ટ દેવતાઓનું વધારેમાં વધારે તત્ત્વ કાર્યકારી ભૂમિકાના રૂપમાં ભૂતલ પર આવે છે. તે તે પૂર્ણિમાઓ વધારે મહત્ત્વ ધરાવે છે. હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો, તે દિવસ ‘હનુમાન જયંતી’ તરીકે ઊજવવામાં આવે છે.

    કાળચક્રમાં નિર્માણ કાર્ય દરમ્યાન આવતી આ પૂર્ણિમા નિર્ગુણ સ્તર પર હનુમાનજીનું વધારેમાં વધારે મારક પ્રગટ શક્તિરૂપી તત્ત્વ ભૂમંડળને પ્રદાન કરે છે. આ દિવસે આ તત્ત્વ વાયુમંડળમાં આવેલા રજ-તમાત્મક કણોનું વિઘટન કરીને, પોતાની પ્રગટ શક્તિના તેજનું ઘનીકરણ કરે છે. આ તેજના કાર્યકારી સંચયનો આગળ દીર્ઘકાળ સુધી હનુમાનજીના ઉપાસકોને લાભ મળે છે.

    👉હનુમાન જયંતિના ફોટાઓ




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !