બગદાણા બગદાણા દર્શન મહત્વ બાપા ના ફોટા // bagdana live #bapa sitaram bapa sitaram live

બગદાણા બગદાણા દર્શન મહત્વ બાપા ના ફોટા // bagdana live #bapa sitaram bapa sitaram live

Gujrat
0

બગદાણા બગદાણા દર્શન મહત્વ બાપા ના ફોટા // bagdana live #bapa sitaram bapa sitaram live 

 બગદાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં મહુવાતાલુકાનું ગામ છે.તેમજ દેશ-વિદેશોમાં પ્રખ્યાત યાત્રાધામ છે. આ ગામ ભાવનગર શહેરથી લગભગ ૮૩ કિ.મી.નાં અંતરે આવેલુ છે. આ ગામ બજરંગદાસબાપાનું બગદાણા પણ કહેવાય છે.

👉વિડીયો જોવા






    ધાર્મિક ગ્રુપમાં જોડાઓ




    • ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.


    બગદાણા 47 મિ પૂજ્ય બાપા ની તિથિ ઉત્સવ લાઈવ જૂવો  લક્ષ tv



    https://www.youtube.com/live/Y3OiS4w9uU8?si=mGIM7JTQXHVeaGnW

    • ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.




    બગદાણા

    1. બગદાણાથી માંડીને છેક વિદેશોની ધરતી સુધી જેમના સેવાના કાર્યો અને પરચાઓની વાતો થાય છે તેવા બગદાણા ધામના બાપા સીતારામનો ઈતિહાસ અદ્ભુત છે, બાપા સીતારામ એટલે એવા સંત કે સરકારે તેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ આપ્યું છે. બગદાણા ધામમાં  ગમે જેટલાય ભાવિક ભક્તો આવે તો પણ તેના અન્નના ભંડાર ક્યારેય ખૂટતા જ નથી. વર્ષોને વર્ષો સુધી આજે પણ બાપાના ભાવિક ભક્તોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે, કહેવાય છે કે બાપા ઉપર માં લક્ષ્મીજીના આશીર્વાદ હતા અને તેથી જ બાપા પાસે હંમેશા રૂપિયા આવતા રહેતા.કહેવાય છે કે બગદાણા ગુરુ આશ્રમના ભોજનાલયની પ્રસાદી તરીકે શ્રધા સાથે ભોજન લેવાથી તે મોંઘીઘાટ દવા કરતા પણ વધારે શક્તિ ધરાવે છે અને તેથી ગમે તેવી ખતરનાક બીમારી પણ ભાગી જાય છે તેવી માન્યતા રહેલી છે, અને કોઈ બીમારી પણ આવતી નથી.





    ઇતિહાસ

    • બજરંગ દાસ બાપાનાં ઇતિહાસની જો વાત કરવામાં આવે તો બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા અધેવાડા ગામમાં થયો હતો. અધેવાડા ગામમાં આવેલા ઝાંઝરીયા હમુમાંનજી મંદિરમાં થયો હતો. બાપના જન્મ સમયનો ઈતિહાસ પણ અદ્ભુત છે. 1906ની સાલમાં અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુવરબાનો રામાનંદી પરિવાર રહેતો હતો. માતા શિવ કુંવરબા જ્યારે પોતાના પિયર જતા હતા તે વખતે તેઓ બળદગાડામાં બેસીને જતા હતા પરંતુ રસ્તામાં ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં પહોચતા જ તેમને પ્રસવ પીડા ઉપડી અને તેથી તેને આજુબાજુની મહિલાઓ ભેગી મળીને માતાને મંદિરની ઝુપડીમાં લઇ ગયા, આજ સમયે બરોબર આરતીનો સમય હતો અને તે વખતે નગારા અને ઝાલરોના અવાજ સંભળાવા લાગ્યા અને બરોબર તે જ વખતે બાપા સીતારામનો જમણ થયો.



    નામ ભક્તિરામ

    • બાપા સીતારામનો પરિવાર રામાનંદી હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું, પરંતુ બાપામાં નાનપણથી ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હતો, બાપામાં સેવા ભાવના ગુણો હતા, સાથે માતા પિતાના સંસ્કાર પણ હતા. અને સાથે ખુબ જ પ્રભુ ભક્તિ પણ હતી.બાપા જયારે બાળપણમાં હતા તે વખતની એક વાત છે, બાપા જ્યારે નાના હતા ત્યારે પથારીમાં સુતા હતા તે વખતે એવો એક દિવસ મોડે સુધી સુઈ રહ્યા હતા તો માતાપિતા તેમને જગાડવા આવ્યા તો તેના ભેગો એક નાગ સુતો હતો અને સાથે કરડયા વગર ભક્તીરામનો મિત્ર હોય તેઓ વર્તાવ કરી રહ્યો હત. જેથી તેમના માતાપિતાને આ બાળક ભગવાનનો કોઈ અવતાર હોવાનું માની લીધું હતું.




    અભ્યાસ

    • બાપાએ માત્ર 2 ધોરણ સુધિઓ અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. અને બાપાએ પોતાના ગુરુ સીતરામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી આપણે બાપા સીતારામ તરીકે જાણીએ છીએ.  જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગૃરું સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા. જયારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ ભક્તીરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવું જોઈએ. ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો.  જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે.




    દીક્ષા 

    • બજરંગદાસ બાપા હમેશા લોકોને ભગવાન શ્રી રામનું નામ અને હનુમાનજીનું રટણ કરવાની લોકોને સલાહ આપતા. બાપા સીતારામ દીક્ષા લીધા પહેલા તેમના અનેક પરચાઓ બતાવી શક્યા હતા. બાપા જ્યારે દીક્ષા લેવા જતા હતા ત્યારે તેઓ વલસાડ નજીક પહોચ્યા અને ઓરંગા નદીના કિનારે બેઠા હતા ત્યાં સીતારામ બાપુ ખાખચોડ વાળાની જમાત નાસિક કુંભમેળામાં જઈ રહી હતી. તે વખતે બાપાને પણ કુંભ મેળામાં જવાનું મન થયું હતું. અને તેઓ સંઘમાં જોડાઈ ગયા. આ સંઘને રસ્તામાં એક વાઘનો ભેટો થઇ ગયો અને અન્ય ભક્તો ડરી ગયા. પરંતુ બાપાએ સીતારામ સીતારામ જપતા જપતા બહાદુરી પૂર્વક વાઘને ભગાડ્યો અને ત્યારથી અન્ય ભક્તોને બાપાની ભક્તિ અને શક્તિનો પરચો થઇ ચુક્યો હતો.
    • આ પ્રભુભક્તિ જોઇને સીતારામ બાપુએ નાસિક જઈને ગોદાવરી નદીના કિનારે રાખનો બનાવેલો પીંડ બાપાના આખા શરીરે લગાવી દીધો અને બાપાને દીક્ષા આપી હતી.  સીતારામ બાપુ પણ તહેરાભાઈ ત્યાગી અખાડામાં મહંત હતા તેથી બાપાને પણ તહેરાભાઈ ત્યાગી ખાલસામાં દીક્ષા આપવામાં આવી હતી.  ગુરુની આજ્ઞા પ્રમાણે બાપા ભ્રમણ કરવા લાગ્યા હતા, આમ તેઓ અમદાવાદ પોતાના ગુરુની જમાતથી છુટા પડ્યા અને પોતાનો ચીપીયો અને તુંબડી લઈને નીકળી પડ્યા માનવ સેવા કરવા માટે. અનેક જગ્યાએ બાપાએ ધુણીઓ ધખાવી હતી, તેઓ આડબંધ પહેરતા અને શરીરે રાખ ભભૂત લગાવતા.
    • તેઓ ફરતા ફરતા સુરતના સરઈ ગામ, વેજલપૂરના હનુમાનજી મંદિરે, સુરતના અશ્વિનીકુમાર જેવી જગ્યાએ રહ્યા હતા, ત્યાથીએ બાપાએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું જેમાં વલ્લભીપુર, ઢસા, પીથલપુર,વગેરે ગામોમાં રહ્યા હતા, અંતે તેઓ પાલીતાણાના વાળુકડ ગામના હનુમાનજી મંદિરે અને ત્યાંથી કણમોદર અને છેલ્લે તેઓ બગદાણા આવીને સ્થાયી થયા હતા, અને ત્યાં બાપાએ આશ્રમ સ્થાપ્યો હતો.
    • બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉમર હતી ૪૧ વર્ષ. બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો. બગદાણા ગામ, બગડેશ્વર મહાદેવ અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા. તેઓ ૧૯૪૧ માં બગદાણા આવ્યા પછી ૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી,૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. ૧૯૬૦માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને 1962માં  આશ્રમની હરાજી કરાવી ભારત ચીન યુધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો, ત્યારબાદ ૧૯૬૫ આશ્રમ હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્દમાં દેશની સેનાને મદદ આપી. ત્યારબાદ ત્રીજી વખત ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા. તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેકટરને સહાય આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું.

    ચમત્કારો

    1. બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે. બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા. અ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્શિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી. તેથી બાપાએ હેડમતાણું નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો. બાપાએ ચાલુ કરેલ અન્નક્ષેત્ર અને સેવા કાર્ય આજે આજે વટવૃક્ષ બનીને લાખો શ્રધાળુંઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે.
    2. બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે, એક ગુરુ પુનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે, જ્યારે બીજી એક તિથી બાપાની પુણ્યતિથિના દિવસે બગદાણા ધામમાં ખુબ ધામધુમથી ઉત્સવ ઉજવાઈ છે. બાપાએ પોષ વદ 4 ના રોજ બગદાણા ધામમાં 1977 માં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી વિદાય લીધી હતી. તેદી મઢુલી બાપા વગર સુની થઇ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ, બગડ નદીના નીર અને પંખીઓના કલરવ શાંત થઇ ગયો હતો.
    3. બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ. બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા,જેમાં તેના નાનપણ માં સાપ સાથે સુવાનો, ગુરુ સાથે સંઘમાં શ્રી રામની ભક્તિ થી વાઘને ભગાડવાનો વગેરે સામેલ છે, બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે અને હાલ બાપા દુનિયાના દુખિયારા લકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે. એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈના દરિયા કિનારે આવ્યા હતા, ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો. એ વખતે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા તે રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા.
    4. તે આ જોઇને  બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો. અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો. આ થી બાપા એ જ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ સમત્કાર જોઇને ભેગું થઇ ગયુ. આ જોઇને ગોરો અમલદાર પણ બાપાનાં પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા. બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા જેવી મારા વ્હાલાની મરજી.
    5. બાપાનાં બગદાણા આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓને કારણે ખુબ રહેતી, જેમાં બાપાના આશ્રમમાં ભાલ પંથકના એક માલધારી ભક્ત પોતાને કેન્સરનો રોગ થયો હતો જે અનેક ડોક્ટરોની દવા અને સારવાર કરાવ્યા બાદ પણ મટે તેમ ના હતો, આ કારણે ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હતા. આવા વખતે અનેક લોકોએ તેમને બાપાનાં આશ્રમે જવાનું કહ્યું હતું અને પોતાનું દુખ બતાવવાનું કહ્યું હતું. આ સમયે આ વ્યક્તિ અનેક સમસ્યા અને રોગ છતાં તે બગદાણા આવ્યો અને બાપાને વાત કરી. બાપાએ પોતાના આશ્રમની ખીચડી આ ભક્તને ખાવા આપી પરંતુ ડોકટરોએ આ વ્યક્તિને માત્ર અમુક પ્રકારનો ખોરાક અને એ માત્ર પ્રવાહીમાં લેવાની સલાહ આપેલી હતી. તેથી તે આ ખીચડી  ખાઈ શકે તેમ પણ ન હતા.
    6. તેથી તે વાત બાપાને કરી ત્યારે બાપાએ કહ્યું હતું કે મારા આશ્રમમાં આવેલો કોઈ ખાધા વગર કે ભૂખ્યો જાય તે કેવી રીતે ચાલે ? અને તેને આ ખીચડી ખાઈ જવાનું કહ્યું તેથી તે ભક્ત આ ખીચડી ખાવા લાગ્યા અને તેનાથી ખીચડી પણ ખવાઈ ગઈ અને તેને કેન્સરમાં પણ ખુબ જ મોટી રાહત થઇ છે, આ પછી તો આ પછી તો આ વ્યક્તિ ઘણીવખત બગદાણા આવ્યા અને ઘણા વર્ષ સુધી જીવ્યા. આવો થતો હતો બાપાનો ચમત્કાર.
    7. હાલ બગદાણા આશ્રમનો વહીવટ મનજીબાપાની દેખરેખ નીચે ચાલી રહ્યો છે. તેઓ બજરંગ દાસ બાપાના પરમ શિષ્ય છે. હાલ પણ કોઈ ભક્ત બગદાણા જાય તો પ્રસાદી લીધા વગર પાછો ફરતો નથી.




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !